Thursday, February 29, 2024

Anant Ambani & Radhika merchant pre-wedding (અનંત અંબાણી & રાધિકા મરચન્ટ)

 જામનગરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો પ્રી-વેડિંગ ઈવેન્ટ શરૂ, 51,000 લોકોને જમવાનું પીરસાયું


અનંત અંબાણી, તેમના મંગેતર રાધિકા અને તેમના પરિવારના અન્ય સભ્યોએ જામનગરમાં ગામલોકોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવાનો લાભ લીધો હતો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ બુધવારે ગુજરાતના જામનગરમાં ‘અન્ના સેવા’ ની પરંપરાગત પ્રથા સાથે શરૂ કરી હતી. મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી સાથે, તેના મંગેતર રાધિકા અને પરિવારના અન્ય સભ્યોએ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવાડ ગામમાં ગામલોકોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવામાં ભાગ લીધો હતો.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના સૌથી નાના વારસદારના લગ્ન પૂર્વેના તહેવારોની શરૂઆત ગુજરાતમાં જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવાડ ગામમાં 'અન્ના સેવા' થી થઈ હતી.

'અન્ના સેવા' ના ભાગ રૂપે, ગામના લગભગ 51 હજાર લોકોને ખોરાક આપવામાં આવ્યો હતો.

તેમની કૌટુંબિક પરંપરાને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા સહિતના પરિવારના અન્ય સભ્યોએ ગામલોકોને ગુજરાતી ખોરાક આપ્યો. આ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે.


રાધિકાની માતાની દાદી અને માતાપિતા, વિરેન અને શૈલા વેપારી પણ 'અન્ના સેવા' ઇવેન્ટમાં ભાગ લે છે.

'અન્ના સેવા' પછી, ઉપસ્થિતોને ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા લોક સંગીત પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રણ અપાયું હતું.

અનંત અને રાધિકા તેમના લગ્ન પૂર્વેના તહેવારોના ભાગ રૂપે જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં ત્રણ દિવસ માટે લગભગ 1000 મહેમાનોનું આયોજન કરશે.


Monday, February 26, 2024

Pankaj udhas death : ગઝલ ગાયક પંકજ ઉધાસનુ થયુ નિધન

 

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉદાસનું 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે 26 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની માહિતી તેમની પુત્રી નયાબ ઉધાસે આપી છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ, પંકજ ઉધાસને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા. સિંગર અનૂપ જલોટાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી છે કે પંકજ ઉધાસ સ્વાદુપિંડના કેન્સરથી પીડિત હતા. તેને આ અંગેની જાણ ચાર મહિના પહેલા થઈ હતી.


તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેમના ભાઈ મનહર ઉધાસ પણ બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર રહી ચૂક્યા છે. 'રામ લખન'ની 'તેરા નામ લિયા', 'હીરો'ની 'તુ મેરા હીરો હૈ', 'જાન ઓ મેરી જાન', 'કુરબાની' 'હમ તુમ્હે ચાહતેં ઐસે હૈ'થી લઈને 'કર્મ' સહિત અનેક ફિલ્મોમાં પંકજ ઉધાસે સુપરહિટ ગીતો સાંભળી શકાય છે.


પંકજ ઉધાસનો ઉછેર રાજકોટ નજીક ચરખાડી ગામમાં મોટો થયો હતો. તેમના દાદા એ ગામમાંથી પ્રથમ વ્યક્તિ હતા જેમણે સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી તેઓ દીવાનનો અભ્યાસ કરવા આગળ વધ્યા. તેના પિતા પણ સરકારી નોકરી કરતા હતા. આ રીતે તેમનો પરિવાર ગામના શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાંનો એક હતો.


પંકજ ઉધાસ બાળપણમાં જ સંગીત સાથે જોડાયા હતા. તેણે 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે માત્ર કલાપ્રેમી તરીકે જ ગાતો હતો. તેમની ગાયકીની પ્રતિભા તેમના ભાઈ દ્વારા જ ઓળખવામાં આવી હતી. તે જ પંકજને ગાવા માટે પ્રેરિત કરતો અને તેને પોતાની સાથે કાર્યક્રમોમાં લઈ જતો.


પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા. આ પછી જ તેણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો.


પંકજ ઉધાસને તેમના કરિયર દરમિયાન મળેલા એવોર્ડ્સ

2006 - પંકજ ઉધાસને ગઝલ ગાયકીની કારકિર્દીની સિલ્વર જ્યુબિલી પૂર્ણ થયાની યાદમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2006 - "2005 ના શ્રેષ્ઠ ગઝલ આલ્બમ"ના રૂપમાં "હસરત"ને કોલકાતામાં પ્રતિષ્ઠિત "કલાકાર" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

2004 - લંડનના વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં આ આઇકોનિક સ્થળ પર પ્રદર્શનના 20 વર્ષ પૂરા કરવા બદલ તેમનું વિશેષ સન્માન થયું હતું.

2003 - સફળ આલ્બમ 'ઇન સર્ચ ઓફ મીર' માટે MTV એમી એવોર્ડ.

2003 - સમગ્ર વિશ્વમાં ગઝલને લોકપ્રિય બનાવવા માટે ન્યૂયોર્કના બોલિવૂડ મ્યુઝિક એવોર્ડમાં સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો.

2003 - ગઝલ અને સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ દાદાભાઈ નૌરોજી ઈન્ટરનેશનલ સોસાયટી દ્વારા દાદાભાઈ નૌરોજી મિલેનિયમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

2002 - મુંબઈમાં સહયોગ ફાઉન્ડેશન દ્વારા સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો.

2002 - ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માનિત કરાયા.

2001 - મુંબઈના રોટરી ક્લબ દ્વારા ગઝલ ગાયક તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વોકેશનલ રિકગ્નીશન એવોર્ડ અપાયો હતો.

1999 – ભારતીય સંગીતમાં અસાધારણ સેવાઓ માટે, ખાસ કરીને ભારત અને વિદેશમાં ગઝલના પ્રચાર માટે ભારતીય વિદ્યા ભવન, અમેરિકા પુરસ્કાર. ન્યુયોર્કમાં આયોજિત ગઝલ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવ્યો.

1998 - જર્સી સિટીના મેયર દ્વારા ઇન્ડિયન આર્ટસ એવોર્ડ ગાલા એનાયત કરાયો.

1998 - એટલાન્ટિક સિટીમાં અમેરિકન એકેડેમી ઓફ આર્ટિસ્ટ્સ દ્વારા ઉત્કૃષ્ટ આર્ટિસ્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ એનાયત.

1996 - સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા, સિદ્ધિ અને યોગદાન માટે ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ એનાયત.

1994 - યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લ્યૂબોક ટેક્સાસની માનદ નાગરિકતા.

1994 - રેડિયોની સત્તાવાર હિટ પરેડમાં કેટલાક મુખ્ય ગીતોની ઉત્કૃષ્ટ સફળતા માટે રેડિયો લોટસ એવોર્ડ એનાયત થયો. ડરબન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા ખાતે રેડિયો લોટસ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું.

1993 - સંગીતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ધોરણો હાંસલ કરવા જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ.

1990 - સકારાત્મક નેતૃત્વ અને રાષ્ટ્ર માટે ઉત્કૃષ્ટ સેવા માટે ઉત્કૃષ્ટ યુવા વ્યક્તિ પુરસ્કાર (1989-90) એનાયત. ઈન્ડિયન જુનિયર ચેમ્બર્સ દ્વારા આપવામાં આવ્યો હતો.

1985 - વર્ષના શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે કે.એલ સહગલ પુરસ્કાર એનાયત થયો.



Sunday, February 25, 2024

ધ્રુવ જુરેલ

 

ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999ના કારગિલ યુદ્ધમાં સેવા આપી હતી. તેની માતા રજની જુરેલ ગૃહિણી છે. ધ્રુવને એક મોટી બહેન નેરુ જુરેલ છે.

         

ધ્રુવ જુરેલનું ટેસ્ટ ડેબ્યું થઈ ચૂક્યું છે. ધ્રુવના પિતા આર્મી મેન છે. તે વર્ષ 1999માં પાકિસ્તાનની સાથે કારગિલ યુદ્ધમાં ભારતની જીતમાં મહત્વની ભુમિકા નિભાવી હતી.કહેવાય છે કે, ખેલાડીને આ સ્તર પર પહોચવા માટે તેનો પરિવાર પણ ખુબ મહેનત કરતો હોય છે.ધ્રુવ જુરેલ ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચવા માટે તેના પરિવારે પણ ખુબ મહેનત કરી છે.



વિકેટકીપર બેટ્સમેન ધ્રુવે 2022માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 15 મેચ રમી છે. આ દરમિયાન 790 રન બનાવ્યા છે. આ દરમિયાન ધ્રુવનો સર્વશ્રેષ્ઠ સ્કોર 249 રન રહ્યો છે. તેણે એક સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. ધ્રુવે લિસ્ટ Aની 7 ઇનિંગ્સમાં 189 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 2 અડધી સદી ફટકારી છે. તેણે ટી20 મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે.



ધ્રુવ આઈપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો અને તે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેચમાં જોડાયો હતો. તેણે તેની ઈનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા અને મેચને પંજાબ કિંગ્સની તરફેણમાં ઝૂકીને એક શ્વાસ થંભાવી દેતી હરીફાઈમાં ફેરવી દીધી. ધ્રુવ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો છે અને તે ભારતની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે.


આ ઉપરાંત, ધ્રુવે 11 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે અને 48.91 ની એવરેજ બનાવ્યો છે, જેમાં તેણે ડિસેમ્બર 2022માં નાગાલેન્ડ સામેની રણજી ટ્રોફી મેચમાં પણ 249 રન બનાવ્યા હતા. જ્યારે ટી-20 કરિયરની શરૂઆત જ થઈ છે. ધ્રુવ એક વિકેટ-કીપર બેટ્સમેન છે જે જમણા હાથે બેટિંગ કરે છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ICC અંડર-19 વર્લ્ડ કપમાં રમી ત્યારે ધ્રુવ વાઇસ કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા ગયો હતો.

Saturday, February 17, 2024

દંગલ ફિલ્મની અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયમાં જ નિધન

 

શુ થયુ દંગલ ગર્લ સુહાની ભટનાગર સાથે કયા કારણે 19 વર્ષ ની વયે થયુ નિધન 


બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની ભટનાગરે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે. 

સુહાની ભટનાગર ફરીદાબાદમાં રહેતી હતી. સુહાનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સુહાનીનો એક્સિડન્ટ થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ જે દવાઓ લીધી તેની આડઅસરના કારણે તેના શરીરમાં પાણી ભરી ગયું હતું. 


સુહાની ભટનાગર કોણ હતી?

સુહાની બોલિવુડની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી. સુહાનીએ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’માં કામ કરતા લાઈમલાઈટમાં આવી ગઈ હતી. સુહાનીએ ફિલ્મ ‘દંગલ’માં જૂનિયર બબીતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મના તેના એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. સુહાનીએ અનેક ટીવી એડ્સમાં પણ કામ કર્યું હતું. 


સુહાની ભટનાગર ફિલ્મોમાંથી દૂર સા માટે થઈ?

સુહાની ભટનાગરને ફિલ્મ ‘દંગલ’ પછી અનેક ફિલ્મો મળી હોત, પરંતુ અભિનેત્રીએ કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. સુહાની પહેલા ભણવા પર ધ્યાન આપવા માંગતા હતી. સુહાનીએ અનેક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે પહેલા ભણવા પર ફોકસ કરવા માંગે છે અને ત્યારપછી સિનેમામાં વાપસી કરશે. 

સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર ક્યાં થશે

સુહાની ફરીદાબાદની રહેવાસી હતી, તેના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર-15 સ્થિત અજરુંડા રો સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સુહાનીનો પરિવાર ખરાબ હાલતમાં છે અને રડી રહ્યો છે. મનોરંજન જગતના લોકો પણ આ સમાચારથી ચોંકી ગયા છે.

Friday, February 9, 2024

Happy Valentine's Day

 

     વેલેન્ટાઈન ડે ને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે જેટલો પ્રખ્યાત છે તેનો ઈતિહાસ પણ તેટલો જ રોચક છે. લોકો આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. જાણીશું કે આ વેલેન્ટાઈન ડે ઉજવવાની કેવી રીતે શરૂઆત થઈ અને તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે?


                "મારુ એક દિલ છે એ દિલ ની ધડકન તુ છે" 



     એવુ કહેવામાં આવે છે કે વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી ઉતરી આવ્યું છે. જો કે સંત વેલેન્ટાઈન વિશે કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી.

     એવુ કહેવામા આવે છે કે સંત વેલેન્ટાઈન પોતાના મૃત્યુ ના સમયે જેલરની દિકરી જેકોબ્સ ને તેમને પોતાની આખોનુ દાન કરીયુ હતુ કારણ કે જેકોબ્સ ને દેખાતુ ન હતુ. અને તેને એક પત્ર પણ લખ્યો હતો જેમા લખ્યું હતુ "વેલેન્ટાઈન" ત્યાર થી આ દિવસ ને વેલેન્ટાઈન ડે તારીકે ઉજવવામા આવે છે 

"મારા માટે દરેક દિવસ વેલેન્ટાઈન ડે છે, તારી સુંદરતા અને તારા પ્રેમની ઉજવણી કરવા માટે વર્ષમાં ફક્ત એક દિવસ પૂરતો નથી" હેપ્પી વેલેન્ટાઈન!



      એવુ પણ કહેવમા આવે છે કે ક્લોડિયસ નામનો રાજા હતો તે માનતો હતો કે લગ્ન કરવાથી કે પ્રેમ કરવાથી માણસ નું મગજ બગડી જાય છે લગ્ન કરવાથી માણસ પોતાની શક્તિ ખોઈ બેસે છે આમ તેને આદેશ આપ્યો કે કોઈ સૈનિક લગ્ન કરશે નહિ આમ સંત વેલેન્ટાઇન રાજા ની વિરુદ્ધ લડત ચલાવી અને સૈનિકો ના લગ્ન કરાવ્યા રાજા આ સહન કરી શક્યો નહિ અને સંત વેલેન્ટાઈને ફાંસીની સજા આપી ત્યાર થી આ દિવસને "વેલેન્ટાઇન ડે" તરીકે ઉજવવામાં આવે છે

     "તું મારા જીવનમાં આવી એ મારા માટે બવ નસીબની વાત છે સાચો પ્રેમ બધાના નસીબ માં નથી હોતો પ્રેમ શુ છે પ્રેમ કોને કહેવાય એ તારા લીધે હું સમજી શક્યો છું આજ રીતે તું મારો જીવનભર સાથ આપજે આટલો જ પ્રેમ હંમેશા રાખજે હું પણ તને બવ જ પ્રેમ કરું છું અને કરતો રહીશ. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં તને મારી સાથે જ રાખે. મારા જીવન માં આવવા માટે તારો આભાર" 

                        I LOVE YOU❤️



Har Har Mahadev 🕉️