વેલેન્ટાઈન ડે ને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે જેટલો પ્રખ્યાત છે તેનો ઈતિહાસ પણ તેટલો જ રોચક છે. લોકો આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. જાણીશું કે આ વેલેન્ટાઈન ડે ઉજવવાની કેવી રીતે શરૂઆત થઈ અને તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે?
"મારુ એક દિલ છે એ દિલ ની ધડકન તુ છે"
એવુ કહેવામાં આવે છે કે વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી ઉતરી આવ્યું છે. જો કે સંત વેલેન્ટાઈન વિશે કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી.
એવુ કહેવામા આવે છે કે સંત વેલેન્ટાઈન પોતાના મૃત્યુ ના સમયે જેલરની દિકરી જેકોબ્સ ને તેમને પોતાની આખોનુ દાન કરીયુ હતુ કારણ કે જેકોબ્સ ને દેખાતુ ન હતુ. અને તેને એક પત્ર પણ લખ્યો હતો જેમા લખ્યું હતુ "વેલેન્ટાઈન" ત્યાર થી આ દિવસ ને વેલેન્ટાઈન ડે તારીકે ઉજવવામા આવે છે
"મારા માટે દરેક દિવસ વેલેન્ટાઈન ડે છે, તારી સુંદરતા અને તારા પ્રેમની ઉજવણી કરવા માટે વર્ષમાં ફક્ત એક દિવસ પૂરતો નથી" હેપ્પી વેલેન્ટાઈન!
એવુ પણ કહેવમા આવે છે કે ક્લોડિયસ નામનો રાજા હતો તે માનતો હતો કે લગ્ન કરવાથી કે પ્રેમ કરવાથી માણસ નું મગજ બગડી જાય છે લગ્ન કરવાથી માણસ પોતાની શક્તિ ખોઈ બેસે છે આમ તેને આદેશ આપ્યો કે કોઈ સૈનિક લગ્ન કરશે નહિ આમ સંત વેલેન્ટાઇન રાજા ની વિરુદ્ધ લડત ચલાવી અને સૈનિકો ના લગ્ન કરાવ્યા રાજા આ સહન કરી શક્યો નહિ અને સંત વેલેન્ટાઈને ફાંસીની સજા આપી ત્યાર થી આ દિવસને "વેલેન્ટાઇન ડે" તરીકે ઉજવવામાં આવે છે
"તું મારા જીવનમાં આવી એ મારા માટે બવ નસીબની વાત છે સાચો પ્રેમ બધાના નસીબ માં નથી હોતો પ્રેમ શુ છે પ્રેમ કોને કહેવાય એ તારા લીધે હું સમજી શક્યો છું આજ રીતે તું મારો જીવનભર સાથ આપજે આટલો જ પ્રેમ હંમેશા રાખજે હું પણ તને બવ જ પ્રેમ કરું છું અને કરતો રહીશ. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં તને મારી સાથે જ રાખે. મારા જીવન માં આવવા માટે તારો આભાર"
I LOVE YOU❤️
No comments:
Post a Comment