શુ થયુ દંગલ ગર્લ સુહાની ભટનાગર સાથે કયા કારણે 19 વર્ષ ની વયે થયુ નિધન
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની ભટનાગરે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે.
સુહાની ભટનાગર ફરીદાબાદમાં રહેતી હતી. સુહાનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સુહાનીનો એક્સિડન્ટ થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ જે દવાઓ લીધી તેની આડઅસરના કારણે તેના શરીરમાં પાણી ભરી ગયું હતું.
સુહાની ભટનાગર કોણ હતી?
સુહાની બોલિવુડની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી. સુહાનીએ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’માં કામ કરતા લાઈમલાઈટમાં આવી ગઈ હતી. સુહાનીએ ફિલ્મ ‘દંગલ’માં જૂનિયર બબીતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મના તેના એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. સુહાનીએ અનેક ટીવી એડ્સમાં પણ કામ કર્યું હતું.
સુહાની ભટનાગર ફિલ્મોમાંથી દૂર સા માટે થઈ?
સુહાની ભટનાગરને ફિલ્મ ‘દંગલ’ પછી અનેક ફિલ્મો મળી હોત, પરંતુ અભિનેત્રીએ કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. સુહાની પહેલા ભણવા પર ધ્યાન આપવા માંગતા હતી. સુહાનીએ અનેક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે પહેલા ભણવા પર ફોકસ કરવા માંગે છે અને ત્યારપછી સિનેમામાં વાપસી કરશે.
સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર ક્યાં થશે
સુહાની ફરીદાબાદની રહેવાસી હતી, તેના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર-15 સ્થિત અજરુંડા રો સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સુહાનીનો પરિવાર ખરાબ હાલતમાં છે અને રડી રહ્યો છે. મનોરંજન જગતના લોકો પણ આ સમાચારથી ચોંકી ગયા છે.
No comments:
Post a Comment