ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999ના કારગિલ યુદ્ધમાં સેવા આપી હતી. તેની માતા રજની જુરેલ ગૃહિણી છે. ધ્રુવને એક મોટી બહેન નેરુ જુરેલ છે.
ધ્રુવ જુરેલનું ટેસ્ટ ડેબ્યું થઈ ચૂક્યું છે. ધ્રુવના પિતા આર્મી મેન છે. તે વર્ષ 1999માં પાકિસ્તાનની સાથે કારગિલ યુદ્ધમાં ભારતની જીતમાં મહત્વની ભુમિકા નિભાવી હતી.કહેવાય છે કે, ખેલાડીને આ સ્તર પર પહોચવા માટે તેનો પરિવાર પણ ખુબ મહેનત કરતો હોય છે.ધ્રુવ જુરેલ ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચવા માટે તેના પરિવારે પણ ખુબ મહેનત કરી છે.
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવે 2022માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 15 મેચ રમી છે. આ દરમિયાન 790 રન બનાવ્યા છે. આ દરમિયાન ધ્રુવનો સર્વશ્રેષ્ઠ સ્કોર 249 રન રહ્યો છે. તેણે એક સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. ધ્રુવે લિસ્ટ Aની 7 ઇનિંગ્સમાં 189 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 2 અડધી સદી ફટકારી છે. તેણે ટી20 મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે.
ધ્રુવ આઈપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો અને તે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેચમાં જોડાયો હતો. તેણે તેની ઈનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા અને મેચને પંજાબ કિંગ્સની તરફેણમાં ઝૂકીને એક શ્વાસ થંભાવી દેતી હરીફાઈમાં ફેરવી દીધી. ધ્રુવ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો છે અને તે ભારતની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે.
આ ઉપરાંત, ધ્રુવે 11 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે અને 48.91 ની એવરેજ બનાવ્યો છે, જેમાં તેણે ડિસેમ્બર 2022માં નાગાલેન્ડ સામેની રણજી ટ્રોફી મેચમાં પણ 249 રન બનાવ્યા હતા. જ્યારે ટી-20 કરિયરની શરૂઆત જ થઈ છે. ધ્રુવ એક વિકેટ-કીપર બેટ્સમેન છે જે જમણા હાથે બેટિંગ કરે છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ICC અંડર-19 વર્લ્ડ કપમાં રમી ત્યારે ધ્રુવ વાઇસ કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા ગયો હતો.
No comments:
Post a Comment